Home Uncategorized આસામ રાયફલના કમાન્ડિંગ ઓફિસર પર હુમલો થતાં પત્ની-પુત્રને ગુમાવ્યા, ડ્રાઈવર સહીત 4...

આસામ રાયફલના કમાન્ડિંગ ઓફિસર પર હુમલો થતાં પત્ની-પુત્રને ગુમાવ્યા, ડ્રાઈવર સહીત 4 જવાન શહીદ

Face Of Nation, 13-11-2021:  મણિપુરમાં સુરક્ષાદળો પર મોટા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. સેહકન ગામમાં સેનાના કાફલો પર હુમલો થયો છે. આ ઘટનામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કર્નલ વિપ્લવના ડ્રાઈવર, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું છે. આ સિવાય હુમલામાં ચાર જવાનોના મોતની પણ ખબર મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે અસમ રાયફલના કમાન્ડિંગ ઓફિસરના કોનવોય પર આંતકીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, આ હુમલો મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સિંઘાતમાં થયો હતો. આતંકવાદીઓએ અહીં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કર્યો હતો. કાફલામાં કમાન્ડિંગ ઓફિસરના પરિવારના સભ્યો અને ક્વિક કાર્યવાહી ટીમના સભ્યો હાજર હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ હુમલા પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)