Home News 29 એપ્રિલે વિશ્વનો નાશ કરનાર ગ્રહ અંગેની સાચી હકીકત, જાણો નાસાએ શું...

29 એપ્રિલે વિશ્વનો નાશ કરનાર ગ્રહ અંગેની સાચી હકીકત, જાણો નાસાએ શું કહ્યું

ફેસ ઓફ નેશન, 28-04-2020 : હાલ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. બીજી બાજુ એક અફવા એવી ચાલી છે કે, આવનારી 29 એપ્રિલના રોજ એક ગ્રહ પૃથ્વીનો વિનાશ કરી દેશે. જો કે આ એક અફવા છે. નાસાએ જાહેરાત કરી છે કે, પૃથ્વીની નજીક આ ગ્રહ આવી રહ્યો છે પરંતુ તે નુકસાનકારક નથી.
એક તરફ આખો દેશ કોરોનાના સંકટનો સામનો કરી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક નવી પનોતીનો જન્મ થયો છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 29 એપ્રિલનો દિવસ આ દુનિયામાં માણસો, પ્રાણીઓ સહીત તમામ જીવોનો અંતિમ દિવસ હશે. આ અમે નથી કહી રહ્યા. સોશિયલ મીડિયા પર આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેના કારણે લોકો ડરી ગયા છે સાથે જ એક ચર્ચાનું માધ્યમ ઉભું થયું છે.
હકીકતમાં, યુએસ સ્પેસ એજન્સી નાસાએ તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, 29 એપ્રિલ, 2020 સુધીમાં એક વિશાળ ગ્રહ પૃથ્વી પરથી પસાર થશે. જે હિમાલયના અડધા કદ જેટલો હશે. બસ, આટલી જ જાહેરાતમાં સોશ્યલ મીડિયાનું અફવાનું કામ શરૂ થઇ ગયું. આ અફવા વાયરસની જેમ ફેલાવા લાગી અને લોકોએ તેને સાચી સ્વીકારી લીધી. જો કે હવે સોશ્યલ મીડિયા વપરાશકારો તેના વિશે ખોટા દાવા કરી રહ્યા છે અને બનાવટી સમાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.
નાસાએ તાજેતરમાં એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ ગ્રહ પૃથ્વી નજીકથી પસાર થશે પરંતુ તેની કોઈ અસર પૃથ્વીને થશે નહીં. નાસાએ એમ પણ કહ્યું છે કે, આ ઉલ્કાગ્રહ ચંદ્રથી પૃથ્વી વચ્ચેના અંતરથી લગભગ 4 ગણા અંતરે હશે. આવા કિસ્સામાં, કોઈ વસ્તુ પૃથ્વીને સ્પર્શે છે તે એકદમ ખોટી વાત છે. આ ઉલ્કાથી પૃથ્વીને કોઈ ખતરો રહેશે નહીં. તેથી આવી અફવાઓ પર વિશ્વાસ કરશો નહીં. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ