Face Of Nation:અમદાવાદ સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જોકે, ચોમાસું સક્રિય થવાના યોગ જોતાં ગુજરાતમાં આગામી 21 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ઝાપટાં પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં ફરીથી 26મી જુલાઈથી ચોમાસુ સક્રિય થવાના યોગ જોવા મળી રહ્યા છે.આ દરમિયાન 28મી જુલાઈથી 03 ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. જોકે હાલ જે વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યાં ઓગસ્ટમાં ભરપાઈ થઈ જવાના યોગ જોવા મળે છે. ચોમાસું આગામી દિવસોમાં તેની ઝડપ પકડશે અને સાર્વત્રિક સારો વરસાદ પડશે.