Face Of Nation, 23-08-2021: તાલિબાનના કબજા બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. એક રિપોર્ટ મુજબ દેશ છોડવાની કોશિશમાં હામિદ કરઝઈ એરપોર્ટ પર એક અઠવાડિયામાં 20 લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. આ અગાઉ શનિવારે બ્રિટન સરકારે કાબુલ એરપોર્ટ પાસે 7 અફઘાનીઓના માર્યા ગયાની જાહેરાત કરી હતી. બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે અહીં જમીન પર સ્થિતિ ખુબ જ પડકારજનક છે.
તાલિબાનના શાસનથી બચવા માટે બેતાબ થયેલા પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પાસે ભેગા થયા છે. અમેરિકા સહિત અનેક દેશ પોતાના નાગરિકોને કાબુલથી બહાર લઈ જવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન શનિવારે અહીં હજારોની સંખ્યામાં ભીડ જમા થતા હિંસા થઈ. જેમાં લોકો માર્યા ગયા અને ઘાયલ પણ થયા. કેટલાક લોકો દીવાલ ઠેકીને અંદર જવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આશા વ્યક્ત કરી છે કે લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાનું કામ 31 ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે અને આ સમયને આગળ વધારવાની જરૂર નહીં પડે. હવે લોકોમાં ડર છે કે ક્યાંક તેઓ અફઘાનિસ્તાનમાં ફસાઈને રહી ન જાય.
આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મારિસ પાયને કહ્યું કે જો બાઈડેન પ્રશાસન ઓપરેશનને 31 ઓગસ્ટ પછી પણ ચાલુ રાખવાનો નિર્ણય લે તો પણ તેઓ લોકોને અફઘાનિસ્તાનથી એરલિફ્ટ કરવામાં મદદ કરવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોને બહાર કાઢ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયન નાગરિકો અને અફઘાની સામેલ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)