Face Of Nation, 15-11-2021:રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ.નું 600 કરોડ રૂપિયાનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને UAE કનેક્શન સહિતની સિલસિલેવાર વિગતો જાહેર કરી હતી.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. આ મામલે રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે.
ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.
તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)