https://youtu.be/1j4T1OFoDV4
Face Of Nation 27-03-2022 : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ભૂલ જોવા મળી. પટનાના બખ્તિયારપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવકે મુખ્યમંત્રી નીતિશ કુમારને પાછળથી આવીને એક મુક્કો મારી દીધો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક તેને ત્યાંથી હટાવીને પકડ્યો હતો. યુવકની ઓળખ બખ્તિયારપુરના શંકર ઉર્ફે છોટૂ તરીકે થઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર 2 દિવસની અંગત મુલાકાત અંતર્ગત બાઢ લોકસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાના જૂનાં સાથીઓને મળી રહ્યાં હતા. આ ઉપક્રમે રવિવારે સાંજે બખ્તિયારપુરમાં શીલભદ્રની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી રહ્યાં હતા, ત્યારે ભીડમાંથી છોટૂ નામના હુમલાખોરે સિક્યોરિટી ગાર્ડની સામેથી પસાર થઈને મંચ પર પહોંચ્યો અને મુખ્યમંત્રી નીતિશ કુમારને એક મુક્કો મારી દીધો.
પોલીસ યુવકને માર મારવા જતા CMએ તેને બચાવ્યો
ઘટના પછી એક ક્ષણ માટે મુખ્યમંત્રી ગભરાય ગયા. જો કે તેઓએ તાત્કાલિક પોતાને સંભાળતા તેમની સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓએ યુવકને માર મારવા જતા મુખ્યમંત્રીએ તેને બચાવ્યો હતો. પોલીસ હાલ યુવકની બખ્તિયારપુર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવકની સોના-ચાંદીની દુકાન હોવાનું સામે આવ્યું છે. પત્નીએ તેને છોડી દીધો છે. આ કારણે પણ તે પરેશાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).