Home Uncategorized ઢોલ-નગારા અને ત્રાંસાના અવાજ વચ્ચે આયાતીને આવકારતા સમયે જ ભાજપના આધેડ કાર્યકર્તા...

ઢોલ-નગારા અને ત્રાંસાના અવાજ વચ્ચે આયાતીને આવકારતા સમયે જ ભાજપના આધેડ કાર્યકર્તા ઉપર મુક્કાબાજી, જુઓ Video

Face of Nation 21-02-2022 : ગાંધીનગરના કમલમ ખાતે આજે જયારે ભાજપના નેતાઓ આયાતી નેતાઓ એટલે કે કોંગ્રેસમાંથી આવનારને આવકારવામાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં નજીક જ કમલમ બહાર એક આધેડ ભાજપી કાર્યકર્તા ઉપર મુક્કા બાજી થઇ હતી. એમ પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓની કોંગ્રેસીઓના આગમન બાદ સતત અવગણના થઇ રહી છે. ભાજપ હવે કોંગ્રેસ યુક્ત પાર્ટી બની ગઈ છે. વર્ષો સુધી જાત ઘસી નાખનાર કાર્યકરોને પદ કે નેતાગીરીનો લાભ મળતો નથી અને આજકાલના આવેલા કોંગ્રેસીઓ રાતોરાત મંત્રી બની જાય છે.

https://www.youtube.com/watch?v=ya3REohfgNU

તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોની ફેસ ઓફ નેશન પુષ્ટિ કરતું નથી પરંતુ નવાના આગમન સમયે જુના કાર્યકરોની આવી સ્થિતિ કરવામાં આવે કે થાય તે કદાપિ યોગ્ય નથી. ઉપસ્થિત લોકો પણ આ કાર્યકરને બચાવવા પ્રયત્ન પણ ન કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

રાજકીય વિશ્લેષણ : પંજાબ જીતવું ભાજપ માટે મુશ્કેલ તો યુપીમાં સત્તા પરિવર્તનના એંધાણ

https://youtu.be/dhxLwdpguqU