Face Of Nation 09-06-2022 : પાકિસ્તાનના કરાંચીમાં એક વખત ફરી લધુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અહીં કેટલાક લોકોએ હિન્દુ મંદિરના પુજારી પર હુમલો કર્યો હતો. સાથે જ ભગવાનની મૂર્તિઓ અને પુજારીના ઘરમાં તોડફોડ કરી હતી. કોરાંગીમાં શ્રી મારી માતા મંદિર પર મોડીરાતે હુમલો થયો હતો. પાકિસ્તાન પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિની ધરપકડ કરી છે. તો બીજીતરફ બંને દેશોના ભાગ પડ્યા તે સમયે પાડોશી દેશમાં કુલ 428 મંદિરો હતા. ધીરે-ધીરે તેની સંખ્યા ઓછી થતી ગઈ. મંદિરોની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો અને ત્યાં દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, ઓફિસ, સરકારી સ્કુલ કે પછી મદરેસા શરૂ કરવામાં આવી. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે અહીં માત્ર 20 મોટા મંદિરો જ બચ્યા છે.
અજ્ઞાત બાઈક ચાલકોએ કર્યો હુમલો
કોરંગી SHO ફારુક સંજરાનીએ કહ્યું- પાંચથી છ અજ્ઞાત લોકો મંદિરમાં ઘુસી ગયા અને તોડફોડ કરીને ફરાર થઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે પુરાવા એકત્રિત કરી રહ્યાં છે. તેની સાથે જ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હિન્દુ સમુદાયના લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તો બીજીતરફ કેટલાક બાઈક સવાર આવ્યા અને તેમણે મંદિર પર હુમલો કર્યો હતો. તેઓ કોણ હતા અને તેમણે શાં માટે આવું કર્યું, તેની માહિતી મળી શકી નથી. વર્ષ 2021માં જન્માષ્ટમી પર જ્યારે સિંધના એક કૃષ્ણ મંદિરમાં હિન્દુ આરાધના કરી રહ્યાં હતા, ત્યારે જ કેટલાક લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો અને કૃષ્ણની મૂર્તિને તોડી નાંખી હતી.
મંદિરમાં તોડફોડ કરનાર 22 ઓરોપીઓને 5 વર્ષની જેલ
આ પહેલા મે 2022માં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનની એક કોર્ટે ગત વર્ષે પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાના મામલામાં 22 લોકોને 5 વર્ષની જેલની સજા કરી હતી. લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર રહીમ ખાન જિલ્લામાં ભોંગ શહેર સ્થિત ગણેશ મંદિર પર જુલાઈ 2021માં ઘણા લોકોએ હુમલો કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).