ફેસ ઓફ નેશન, 02-05-2020 : હાલ કોરોનાની મહામારીને પગલે સમગ્ર ભારત લોકડાઉન છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો પણ લોકડાઉન છે. માત્ર પૂજા પાઠ માટે ખુલ્લા રહેતા મંદિરોમાં દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ છે. અહીં આવેલા 51 શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક તસ્કરોએ અહીં આવેલી તિજોરીઓ તોડી હતી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. અહી સિક્યુરિટી જવાન પણ ફરજ બજાવે છે. તેમ છતાં બનેલી આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
શનિવારે સવારે ત્રણ મંદિરોના તાળા તૂટતા મંદિર ટ્રસ્ટમાં ભાગદોડ મચી ગઈ છે. આ અંગે અંબાજી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. 51 શક્તિપીઠના ગબ્બર પાછળ આવેલા સંકુલ નંબર 10 પાસે ત્રણ મંદિરોના સવારે તાળા તૂટેલા હોઈ અને મંદિર અંદર આવેલી તિજોરી ખુલ્લી હોઈ મહારાજ દ્વારા મંદિર ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જો કે આ તિજોરીમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ કે રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું. જેથી મંદિરનો સામાન વેર વિખેર કરી તસ્કરો ભાગી ગયા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી
અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો