Face Of Nation 19-11-2023 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં પ્રવેશતાની સાથે જ બીજી બાજુ ભારતની ક્રિકેટ ટિમ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જયારે સ્ટેડિયમમાં પ્રવેશ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ જીત તરફ આગળ વધી ગઈ. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતની ટીમ 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ છે.
ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ 54 અને કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવીને ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સને 2 વિકેટ મળી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી હેડ અને લાબુશેન બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે બૂંદિયાળ સાબિત થયું ! ધડાધડ વિકેટો પડી, દર્શકો નિરાશ