Face Of Nation, 01-11-2021: ભારતમાં બનેલી કોરોના વેક્સીનને હજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રુવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલી કોવેક્સીનને ઓસ્ટ્રેલિયાએ યાત્રીકોના વેક્સીનેશન સ્ટેટસ માટે મંજૂર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે આ જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી કોવેક્સીનને આ ગ્રીન સિગ્નલ તેવા સમયે મળ્યું છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી મંજૂરી માટે ભારતની વેક્સીન ઘણા સમયથી રાહ જોઈ રહી છે. આ વેક્સીનને મંજૂરી આપવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ જાણકારીની માંગ કરી છે.
વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે વધુ કેટલીક જાણકારીની જરૂર છે. તેના આદાર પર વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી શકાય છે. આ પહેલા 26 ઓક્ટોબરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની બેઠક હતી, જેમાં કોવેક્સીનને મંજૂરી આપવાની આશા હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે 3 નવેમ્બરે બેઠક થવાની છે. આ બેઠકમાં ભારત બાયોટેકની રસી કોવેક્સીનને મંજૂરી મળી શકે છે. આ વર્ષે 19 એપ્રિલે ભારત બાયોટેક તરફથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ રસીને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી હતી.
Australian Government recognises Bharat Biotech's Covaxin for the purpose of establishing a traveller's vaccination status: Australia’s High Commissioner to India, Barry O’Farrell AO pic.twitter.com/yMXenctRbg
— ANI (@ANI) November 1, 2021
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ અઠવાડિયાના અંતમાં ભારત નિર્મિત “કોવેક્સીન” ને કટોકટીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે અંતિમ “લાભ-જોખમ આકારણી” કરવા માટે ભારત બાયોટેક પાસેથી “વધારાની સ્પષ્ટતા” માંગી છે. WHOએ કહ્યું કે સ્પષ્ટતા મળ્યા બાદ અંતિમ મૂલ્યાંકન માટે 3 નવેમ્બરે એક બેઠક યોજવામાં આવશે.
ઇમરજન્સી યુઝ લિસ્ટમાં સમાવેશ પર સંસ્થાનું ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ એ એક સ્વતંત્ર સલાહકાર જૂથ છે જે WHOને ભલામણ કરે છે કે EUL પ્રક્રિયા હેઠળ કટોકટીના ઉપયોગ માટે એન્ટિ-કોવિડ-19 રસી ધ્યાનમાં લેવી જોઈએ કે કેમ, WHOએ જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)