Home Sports અવની લખેરાએ શૂટરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં દેશને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

અવની લખેરાએ શૂટરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં દેશને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

Face Of Nation, 30-08-2021:  ભારતની અવની લખેરાએ ટોક્યો રાલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર AR રાઇફલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા જે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં નવો રેકોર્ડ છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કાંટાની ટક્કર આપવામાં આવી હતી, પરંતુ પછી તેણે પોતાના અચૂક નિશાનથી તેને હરાવી હતી.

જયપુરની અવનીએ ફાઇનલમાં 249.6 સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે ચીનની ઝાંગ કુઇપીંગ (248.9 પોઇન્ટ)ને પાછળ ધકેલી દીધી હતી. યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5) એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ રમતોની શૂટર સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ પણ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે.

રવિવારે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ અને હાઇ જમ્પ એથ્લીટ નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ વિનોદ કુમારની ડિસ્ક ફેંકની એફ 52 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેના ક્વોલિફિકેશન અંગેના વિરોધને કારણે રોકી દેવામાં આવ્યો હતો.

ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિક રિયો પેરાલિમ્પિક 2016માં, તે ગોળા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને આ રમતોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)