Face Of Nation 03-09-2022 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 સપ્ટેમ્બરે રમાનારી મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર આવેશ ખાનને વાઈરલ ફિવર થયો છે અને તે બે દિવસથી હોટેલના રૂમમાંથી બહાર નીકળ્યો નથી. જેના કારણે તેનું પ્લેઇંગ-11માં સ્થાન હોવું અઘરું થઈ ગયું છે. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું તે હાલ તો રમવાની સ્થિતિમાં લાગતો નથી. મેડિકલ ટીમ તેની સાથે સતત પડખે ઊભી છે. જો આવેશ ખાન પ્લેઇંગ-11માં નહિ હોય તો ભારતીય પેસ ઐટેકને મોટું નુક્સાન પહોંચી શકે છે. તે એશિયા કપમાં ભારતનો એકમાત્ર એવો બોલર છે કે જે 140ની ઝડપે ફાસ્ટ બોલિંગ કરી શકે છે.
પાકિસ્તાન સામેની મેચમાં મહત્વ વિકેટ ઝડપી હતી
આવેશ ખાન ભલે બન્ને મેચમાં મોંઘો સાબિત થયો હોય, પરંતુ તેણે પાકિસ્તાનના ફખર ઝમનની મહત્વની વિકેટ લીધી હતી. ફખર ઝમન જ્યારે પણ ભારત સામે રમ્યો છે, ત્યારે તેણે સારી બેટિંગ કરી છે. તેવામાં આવેશે ટીમને મોટી સફળતા અપાવી હતી. તે હંમેશાં મોકા ઉપર ટીમને બ્રેક-થ્રુ અપાવે છે. આ જ કારણથી ટીમ મેનેજમેન્ટે તેના ઉપર ભરોસો રાખ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).