Face Of Nation, 03-11-2021: દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રામજન્મભૂમિ અયોધ્યામાં પણ દિવાળી ઉજવવા માટે લોકો ઉત્સુક છે. અયોધ્યામાં દીપ પ્રગટાવવાનો આ વર્ષે નવો રેકોર્ડ સર્જાવાનો છે. અને તેના ભાગરૂપે જ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સરકાર બનવાની સાથે 2017માં અયોધ્યા રામની પૌડી પર દીપોત્સવ કાર્યક્રમની શરુઆત થઈ. સૌથી પહેલા લગભગ 1, 80, 000 દીપક પ્રગટાવ્યા હતા. આ રીતે 2018માં 3, 01, 152 અને 2019માં 5,50,000 એ બાદ 2020માં 5,51,000 અને હવે 2021માં જે યોગી સરકારનો આ કાર્યકાળનું અંતિમ વર્ષ છે. ત્યારે અયોધ્યા ન ફક્ત પોતાના તમામ રેકોર્ડ તોડવામાં આવશે બલ્કે એક નવો કીર્તિમાન પણ બનાવશે. જે એક મોટો પડકાર છે.
આ વર્ષે લગભગ 9 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આની ગણતરી કરશે. બાકી અયોધ્યામાં 3 લાખ દિવસ પ્રગટાવશે. આ રીતે કુલ મળીને 12 લાખ દીવા પ્રગટાવાશે. આ તમામ દીવા પ્રગટાવવા માટે 36,000 લીટર સરસિયાના તેલનો ઉપયોગ થશે.
અયોધ્યામાં બુધવારે ભવ્ય કાર્યર્કમોનું આયોજન થશે. સવારે 10 વાગે ભગવાન રામની શોભા યાત્રા અને ઝાખીઓ નિકળશે. આ સાકેત મહાવિદ્યાલયથી શરુ થઈ રામકથા પાર્ક પહોંચશે. જેમાં કેન્દ્રીય મંત્રીજી કિશન રેડ્ડી સામેલ થશે. રાજ્યપાલ આનંદી બેન અને સીએમ યોગી હાજર રહેશે. કાર્યક્રમમાંમ હેલીકોપ્ટરથી રામ-સીતાનું આગમન થશે. ભરત મિલાપ અને રામાયણ ચિત્ર પ્રદર્શનીનું ઉદ્ધાટન થશે. આ ઉપરાંત અયોધ્યામાં આરતી, લેઝર શો, થ્રીડી હોલોગ્રાફીક અને આતિશબાજી પણ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)