Home Politics UP ભાજપને વધુ એક ઝાટકો, ધર્મ સિંહ સૈનીએ યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

UP ભાજપને વધુ એક ઝાટકો, ધર્મ સિંહ સૈનીએ યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

Face of Nation 13-01-2022:  ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પાર્ટી છોડવા માટે ધારાસભ્યોની કતાર લાગી છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે અને યોગી સરકારના મંત્રી ધર્મ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે.

સહારનપુરની નકુર વિધાનસભા સીટ પરથી બીજેપી ધારાસભ્ય ધરમ સિંહ સૈનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સરકારી આવાસ અને સુરક્ષા પણ છોડી દીધી છે. જોકે, તેમણે પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું તે જાણી શકાયું નથી.

યોગી કેબિનેટ અને ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ધર્મ સિંહ સૈનીએ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુકાલાત કરી હતી. ફોટો શેર કરતા અખિલેશે લખ્યું, ‘સામાજિક ન્યાયના બીજા યોદ્ધા ડૉ. ધરમ સિંહ સૈની જીના આગમનથી અમારી ‘સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિ’ને વધુ ઉત્સાહ અને શક્તિ મળી છે. સપામાં તેમનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ! બાવીસમાં સમાવેશી-સૌહાર્દની જીત નિશ્ચિત છે!’

યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું હતું. હવે આયુષ મંત્રી ધરમ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં 403 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં 55 બેઠકો, 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કામાં 59 બેઠકો, 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કામાં 60 બેઠકો, 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં 60 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને 7 માર્ચે સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).