Face Of Nation, 09-08-2021 : રાજ્ય માં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શરૂઆતમાં સારો વરસાદ હતો. પરંતુ વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉગેલા પાક મુરજાવવા લાગ્યા છે. ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જશે શરૂઆતમાં જિલ્લામાં વરસાદ સારો હતો પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા કપાસ મગફળી અને અન્ય પાકો ધીમે ધીમે મૂંઝાવા લાગ્યા છે. આ સમયે મગફળીને વરસાદની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે જો હવે વરસાદ વધુ લંબાશે તો મગફળીના પાકને પણ નુકસાન થશે આમ અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 44 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી 450 મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર 253 મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા જણાઇ રહી છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હજુ ગુજરાત માટે કોઇ સિસ્ટમ સક્રીય થઇ નથી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)