Home News ઉત્તરાખંડ ચારધામ યાત્રા; આવતીકાલથી ગંગોત્રી-યમુનોત્રીના ખુલશે ‘કપાટ’, બદ્રીનાથમાં 15 હજાર અને કેદારનાથમાં...

ઉત્તરાખંડ ચારધામ યાત્રા; આવતીકાલથી ગંગોત્રી-યમુનોત્રીના ખુલશે ‘કપાટ’, બદ્રીનાથમાં 15 હજાર અને કેદારનાથમાં 12 હજાર લોકો રોજ કરી શકશે દર્શન!

Face Of Nation 02-05-2022 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા આવતીકાલે (મંગળવાર)થી શરૂ થઇ રહી છે. ત્રીજી મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલી જશે. છઠ્ઠી મેના રોજ કેદારનાથ અને આઠમી મેના રોજ બદ્રીનાથના કપાટ ખુલશે. યાત્રાના પહેલાં ચરણમાં 45 દિવસ સુધી ચારધામની યાત્રા કરનાર લોકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે.
કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઇને આવવું જરૂરી નથી
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડના જણાવ્યા પ્રમાણે આવનાર 45 દિવસ સુધી સીમિત સંખ્યામાં ભક્તો ચારધામના મંદિરોમાં દર્શન કરી શકશે. આ વર્ષે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઇને આવવું જરૂરી નથી. પરંતુ માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે બદ્રીનાથ ધામમાં દરરોજ 15 હજાર લોકો, કેદારનાથ ધામમાં 12 હજાર લોકો, ગંગોત્રીમાં 7 હજાર લોકો અને યમુનોત્રીમાં 4 હજાર લોકો રોજ દર્શન કરી શકશે. અહીં આવનાર બધા ભક્તોએ ચારધામ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોત-પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી જ ભક્ત ચારધામની યાત્રામાં સામેલ થઇ શકશે. જો કોઈ વ્યક્તિ ભૌતિક રીતે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છે છે તો હરિદ્વાર, ઋષિકેશ, બડકોટ, જાનકીચટ્ટી, હીના, ઉત્તરકાશી, સોનપ્રયાગ, જોશીમઠ, ગૌરીકુંડ, ગોવિંદ ઘાટ અને પાખીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હવાઈ માર્ગ પણ ઉપલબ્ધ છે. જેના માટે ફ્લાઇટની બુકિંગ હેલી સર્વિસની વેબસાઇટ ઉપર કરાવવી પડશે.
શિવજીનું 11મું જ્યોતિર્લિંગ કેદારનાથ
યમુના નદીનું ઉદગમ સ્થળ યમુનોત્રી અને ગંગા નદીનું ઉદગમ સ્થળ ગંગોત્રી છે. આ બંને તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં છે. શિવજીનું 11મું જ્યોતિર્લિંગ કેદારનાથ છે. આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. દેશ અને ઉત્તરાખંડના ચારધામોમાંથી એક વિષ્ણુજીનું બદ્રીનાથ ધામ છે. આ મંદિર ચામોલી જિલ્લામાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).