બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે. પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યા છે. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું છે.
Face Of Nation:ગાંધીનગર: વિધાનસભા ચોમાસુ સત્રનો આજથી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતનું આ બજેટ નાણાંમંત્રી નીતિન પટેલ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના તમામ પ્રયાસો કરશે. બજેટ પહેલાં કોંગ્રેસે આજે કિસાન યાત્રાનું આયોજન કર્યુ છે તેને પગલે વિધાનસભા ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બજેટ પહેલા નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે. પ્રજાલક્ષી બજેટ હોવાનું નીતિન પટેલે સંકેત આપ્યા છે. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે.
અષાઢી બીજથી નર્મદા ડેમના દરવાજા ખોલીને કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે.