Home Sports તૂટી ગયું ગોલ્ડનું સપનું, ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાનો સેમિફાઇનલમાં થયો પરાજય

તૂટી ગયું ગોલ્ડનું સપનું, ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાનો સેમિફાઇનલમાં થયો પરાજય

Face Of Nation, 06-08-2021:ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. હવે પુનિયાને બ્રોન્ઝ માટે રમવું પડશે. 65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો.

આ પહેલા બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. બજરંગ પૂનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)