Face Of Nation, 17-11-2021:દિલ્હીમાં વધતાં પ્રદૂષણને જોતાં કેજરીવાલ સરકારે બેઠક બાદ ફરીથી મોટા નિર્ણય લીધા છે:
ગંભીર સ્તર પર વાયુ પ્રદુષણના કારણે આગામી આદેશ સુધી શાળા અને કોલેજોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે
સાથે જ સરકારી કાર્યાલયોનાં અધિકારીઓને 100 ટકા વર્ક ફ્રોમ કરવાના આદેશ આપવામાં આવ્યા છે
આ સિવાય 21મી નવેમ્બર સુધી તમામ પ્રકારનાં નિર્માણ કાર્ય રોકી દેવામાં આવ્યા છે
જરૂરી સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારનાં ટ્રકને એન્ટ્રી આપવામાં આવશે નહીં
ગાડીઓથી થતાં પ્રદૂષણને અટકાવવા માટે 1000 પ્રાઇવેટ CNG બસને ઉતર્વમાં આવશે
આ સિવાય દિલ્હીમાં ઠેર ઠેર પાણીનાં ટેન્કર દ્વારા છંટકાવ કરવામાં આવી રહ્યો છે
ગેસ સિવાય અન્ય તમામ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ હોય તેમ લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે અને દિવસેને દિવસે લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે ત્યારે પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે અને તેનું સમાધાન શું છે તે મુદ્દે એકબીજા પર આરોપો લાગી રહ્યા છે, કોઈ ખેડૂતોને પરાળ સળગાવવાનાં લીધે દોષ આપી રહ્યા છે તો કોઈ દિવાળીનાં ફટાકડાને,એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઝાટકણી કાઢતા તાત્કાલિક ઈમરજન્સી પગલાં લેવાના અને રિપોર્ટ આપવાના આદેશ આપ્યા હતા જે મુદ્દે આજે ફરી સુનાવણી કરવામાં આવી હતી.
નોંધનીય છે જે વાયુ પ્રદૂષણ મુદ્દે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારનાં અધિકારી વચ્ચે આપાતકાલ બેઠક કરવામાં આવી હતી જેમા શું નિર્ણય લેવા તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદની વચ્ચે કોર્ટમાં દેશનાં મુખ્ય ન્યાયાધીશ રમણાએ કહ્યું કે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણીઓ કરવી ખૂબ સરળ છે પરંતુ તેમની સમસ્યા કોઈ સમજવા તૈયાર નથી કે તેમને પરાળ કેમ બાળી નાંખવી પડે છે. રમણાએ કહ્યું કે મારી પાસે રિપોર્ટ આવ્યો છે જેમા છે કે ફટાકડાનો પ્રદૂષણમાં કોઈ યોગદાન નથી, તો શું આ રિપોર્ટને માની લઇએ? અત્યારે એ જોવાનો ટાઈમ નથી કે પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે? અત્યારે સોલ્યુશન કાઢવાનો સમય છે. કેન્દ્ર સરકારે આજે સર્વોચ્ચ અદાલતમાં સોગંધનામુ આપ્યું હતું જેમા કહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ કરવાના આદેશ આપી શકાય તેમ નથી, તેની જગ્યાએ કાર પૂલનો સુઝાવ આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓના વાહનોની અવરજવર બંધ કરવાથી પ્રદૂષણમાં પણ કોઈ મોટી રાહત નહીં મળે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)