Face Of Nation:ગુજરાતના ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે. 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારને પ્રથમ તબક્કામાં 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી વખતે 1000 રૂપિયા અને ત્રીજી વખત પકડાતા 2500 રૂપિયાનો દંડ કરાશે.આ ઉપરાંત સામાન્ય સભામાં રંગમંચના ભાડાઓમા વધારો કરવામાંની દરખાસ્ત મુકવામાં આવી હતી અને કોર્પોરેશનના સભ્યોના પગાર ભથ્થા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મેયર રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્યસભાની બેઠક બપોરે મળી હતી, જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા.