Home Sports બેંગ્લોરનો “રોયલ” વિજય; બેંગ્લોરે 16 રનથી દિલ્હીને હરાવ્યું, દિનેશ કાર્તિક 66* રન,...

બેંગ્લોરનો “રોયલ” વિજય; બેંગ્લોરે 16 રનથી દિલ્હીને હરાવ્યું, દિનેશ કાર્તિક 66* રન, હેઝલવુડની 3 વિકેટ!

Face Of Nation 16-04-2022 : IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું છે. દિલ્હી સામે 190 રનનો ટાર્ગેટ હતો અને ટીમની શરૂઆત પણ શાનદાર રહી હતી. DCની બીજી વિકેટ 94ના સ્કોર પર પડી અને ટીમ જીતવા માટે ફેવરિટ હતી. જોકે, ત્યારપછી ટીમ બેક ટુ બેક વિકેટ ગુમાવી હતી અને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 173 રન જ કરી શકી હતી. ડેવિડ વોર્નર (66) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. આની સાથે જ RCB તરફથી જોશ હેઝલવુડને 3 વિકેટ મળી હતી. RCBની 6 મેચમાં આ ચોથી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની 5 મેચમાં ત્રીજી હાર છે. આની પહેલા ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 34 બોલમાં અણનમ 66 રન કર્યા હતા, જ્યારે શાહબાઝ અહેમદે અણનમ 32 રન કર્યા હતા. DC તરફથી શાર્દુલ, કુલદીપ, અક્ષર અને ખલીલે 1-1 વિકેટ લીધી હતી. બીજીતરફ ડેવિડ વોર્નરે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા તેની IPL કારકિર્દીની 52મી ફિફ્ટી 29 બોલમાં પૂરી કરી હતી.
વિરાટ કોહલીએ ફરીથી નિરાશ કર્યા
13 રનમાં પહેલી 2 વિકેટ ગુમાવી દેતા RCBએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મુશ્કેલ સ્થિતિમાં સારી ઈનિંગની આશા હતી. પરંતુ તેણે બધાને નિરાશ કર્યા. વિરાટ 14 બોલમાં માત્ર 12 રનનો સ્કોર કરી રનઆઉટ થઈ ગયો હતો. ઈનિંગની 7મી ઓવરના બીજા બોલ પર કોહલીએ પોઈન્ટ પર શોટ રમ્યો અને રન લેવા દોડી ગયો હતો. પરંતુ મેક્સવેલે ના પાડી હોવા છતા વિરાટ આગળ આવતો ગયો. તેવામાં લલિતે તક ગુમાવ્યા વિના ડાયરેક્ટ થ્રો કરીને વિરાટને પેવેલિયન ભેગો કર્યો હતો.
કાર્તિક અને શાહબાઝે ઈનિંગ સંભાળી
92 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી RCBની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદે ઈનિંગ સંભાળી લીધી હતી. તેવામાં બંને ખેલાડીએ 52 બોલમાં 97* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ દરમિયાન દિનેશ કાર્તિકે 66 અને શાહબાઝે 21 બોલમાં 32 રન કર્યા હતા. બીજીતરફ ગ્લેન મેક્સવેલે મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરી 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અર્ધસદી છે. જોકે તે આગળ વધારે લાંબી ઈનિંગ નહોતો રમી શક્યો અને 55 રન કરી આઉટ થઈ ગયો હતો. ગ્લેન મેક્સવેલને કુલદીપ યાદવે પેવેલિયન ભેગો કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).