Home Uncategorized બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના પડઘા ભારતમાં પડ્યા, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના પડઘા ભારતમાં પડ્યા, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન

Face Of Nation, 23-10-2021:   ભારતનાં પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અને ઈસ્કોન મંદિરમાં કરાયેલી તોડફોડ વિરુદ્ધ સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ અમદાવાદ સહિત દેશ વિદેશમાં અનેક જગ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. ઈસ્કોનના આહવાન પર દુનિયાભરના ઈસ્કોનના ભાવિકો હુમલાના સામે પ્રદર્શન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દુનિયાના 150 દેશોમાં રહેલા 700 ઈસ્કોન મંદિરો પર ચાલી રહ્યું છે. ગત ઑક્ટોબરે બાંગ્લાદેશના નોઆખલીમાં ભાંગફોડિયા તત્વો દ્વારા ઈસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોળાએ મંદિર પરિસરમાં ઘૂસીને તોડફોડ કર્યો હતો. જેમાં શ્રદ્વાળુનું મોત પણ થયું હતું.

https://twitter.com/ANI/status/1451778374867644418?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451778374867644418%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsandesh.com%2Fiskcon-called-a-worldwide-protest-against-bangladesh%2F

આ ઉપરાંત ઘટના પહેલા પણ દુર્ગા પંડાલોને બાંગ્લાદેશમાં અનેક સ્થળો પર નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હિચકારા હુમલામાં ચાર હિંદુઓનાં મોત થયા હતા. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈ અનેક હિંદુઓનાં ઘરોમાં આગચંપી કરવામાં આવી હતી. આ હુમલામાં 20થી વધુ ઘર સંપૂર્ણ ભસ્મીભૂત થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)