Home News બેન્કના કામ હોય તો પતાવી લેજો, 17 દિવસ બંધ રહેશે નવેમ્બર મહિનામાં...

બેન્કના કામ હોય તો પતાવી લેજો, 17 દિવસ બંધ રહેશે નવેમ્બર મહિનામાં બેન્કો

Face Of Nation, 26-10-2021: નવેમ્બર મહિનામાં બેંક સાથે જોડાયેલા કામ કરવાના હોય તો ખાસ વાંચી લેજો. નવેમ્બર 2021માં ધનતેરશ, દિવાળી, ભાઈબીજ, છઠ્ઠ પુજા, ગુરુનાનક જયંતિ જેવી અનેક રજાઓ આવવાની છે. આવી સ્થિતિમાં આખા મહિનામાં કુલ 17 દિવસ બેંક બંધ રહેશે. આ મહિનામાં બેંકો સળંગ પણ ઘણા દિવસો બંધ રહેવાની છે, તેથી જો તમારે બેંકમાં કોઈ જરૂરી કામ હોય તો તાત્કાલિક પતાવી દો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનાની સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કરી છે, જે મુજબ નવેમ્બર મહિનામાં 17 રજાઓ છે. આ દરમિયાન ભારતના ઘણા શહેરોમાં બેંકો સતત બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આ 17 દિવસની રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે.

RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ, RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ ઉપરાંત મહિનામાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે.

નવેમ્બર 2021માં બેંકોની રજાઓ…
1 નવેમ્બર : કન્નડ રાજ્યોત્સવ/ Kut બેંગ્લુરુ અને ઈંફાલમાં બેંક બંઘ
3 નવેમ્બર : નરક ચતુદર્શી: બેંગ્લુરુમાં બેંક બંઘ
4 નવેમ્બર : દિવાળી અમાવસ્યા (લક્ષ્મી પૂજા) / દીપાવલી / કાળી પૂજા – બેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ
5 નવેમ્બર : દિવાળી (બાલી પ્રતિપદા) / વિક્રમ સંવત નવું વર્ષ / ગોવર્ધન પૂજા – અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ
6 નવેમ્બર : ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચકોબા – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં બેંકો બંધ
7 નવેમ્બર : રવિવાર (સાપ્તાહિક રજા)
10 નવેમ્બર : છઠ પૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠ : પટના અને રાંચીમાં બેંકો બંધ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)