Face Of Nation 14-03-2022 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે તેમણે ટ્વીટ કરી જાણકારી આપી હતી. ઓબામા એ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, ‘છેલ્લા કેટલાય દિવસથી મારા ગળાની સ્થિતિ ખરાબ હતી, પણ હાલ મારી તબિયત સારી છે. મિશેલ અને હું વેક્સિનેશન માટે અને તેને પ્રોત્સાહિત કરવા માટે આભારી છીએ. મિશેલનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.’ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઓછાં થયા છે છતાં તમે હજુ વેક્સિન ના લીધી હોય તો આ તમારા માટે રિમાઇન્ડર છે.
પોતાનો 60મો જન્મદિવસ સમારોહ મોકૂફ રાખ્યો
ઓબામા ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિન્ટન અને પૂર્વ પ્રથમ મહિલાઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપતા એક વીડિયોમાં એકસાથે જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તે વીડિયોમાં કોરોના પેન્ડેમિક પહેલાંની કેટલીક યાદો તાજી કરી હતી. ઓબામા વીડિયોમાં કહે છે કે, ‘આ રસી એક આશા છે. જે તમને અને તમારા પરિવારને આ ખતરનાક અને ઘાતકી બીમારીથી બચાવશે’. આ ઉપરાંત ઓગસ્ટમાં ઓબામાએ કોરોનાના ડેલ્ટા સંક્રમણને કારણે પોતાનો 60મો જન્મદિવસ સમારોહ મોકૂફ રાખ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ઓગસ્ટમાં પોતાનો 60મો બર્થ-ડે સમારોહ મોકૂફ...