Home News બોરડોલી મામલતદાર કચેરીની સામે તંત્રની બેદરકારી છતી થઇ, કચેરીની સામેની વસાહતોમાં જ...

બોરડોલી મામલતદાર કચેરીની સામે તંત્રની બેદરકારી છતી થઇ, કચેરીની સામેની વસાહતોમાં જ ઘુસ્યા પાણી

સુરત જિલ્લામાં બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે જિલ્લા ના બારડોલી માં પ્રથમ ધોધમાર વરસાદએ તંત્રની પોલ ખોલી છે.

Face Of Nation:નગરમાંથી મહાનગરના સ્વપ્નો સેવતું સુરત જિલ્લાનું બારડોલી નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરીમાં શૂન્ય રહ્યું છે. સુરત જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ નગરમાં પણ હાલત ભૂંડી બની છે. હાલ વરસાદની પ્રથમ હેલી થઇ છે. ત્યારે બારડોલી નગરમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

બારડોલી મામલતદાર કચેરી નજીક તલાવડી વિસ્તારમાં પ્રથમ વરસાદએ ઘરોમાં પાણી પ્રવેસ્યા હતા. વહેલી સવારથી પાણી ભરવાની શરૂઆત થઇ હતી. જેથી સ્થાનિકો ઘર માંથી પાણી કાઢવા કામે લાગ્યા હતા. દર વર્ષે આજ પ્રકારની સમસ્યાનો સ્થાનિક રહીશો સામનો કરી રહ્યા છે.

તલાવડી વિસ્તારમાં શ્રમજીવી પરિવારો વસવાટ કરતા હોય છે. ત્યારે પાલિકા દ્વારા અને સત્તાધીશો દ્વારા અહીં કોઈ દરકાર રાખવામાં આવી ન હતી. 10થી 15 ઘરોમાં પાણી અને ઘરનો સમાન પણ પાણીમાં ગરકાવ થઇ જતા લોકોની દશા કફોડી બની હતી. શાળાએ જતા બાળકોને પણ અસર જોવા મળી હતી. એ તમામ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા.

ઘરોમાં પાણી આવી જતા શ્રમજીવી પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા. પાલિકા માં રજૂઆત છતાં કોઈ કર્મચારીઓ નહિ આવતા લોકો માં રોષ ફેલાયો છે .