Face of Nation 28-12-2021: દેશના બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.
સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
આ વર્ષે 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે તે પોતાના ઘરના જિમમાં ટ્રેડમિલ કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો. સૌરવ ગાંગુલી બાદ તેના મોટા ભાઈ સ્નેહાસીશ ગાંગુલીએ પણ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).