Home Politics રાજ્યસભામાં ભાજપની સદી; ભાજપ “વર્ષ 1990” બાદ રાજ્યસભામાં 100 બેઠક પ્રાપ્ત કરનારો...

રાજ્યસભામાં ભાજપની સદી; ભાજપ “વર્ષ 1990” બાદ રાજ્યસભામાં 100 બેઠક પ્રાપ્ત કરનારો ‘પ્રથમ પક્ષ’ બન્યો!

Face Of Nation 01-04-2022 : ભાજપ વર્ષ 1990 બાદ રાજ્યસભામાં 100 બેઠક પ્રાપ્ત કરનારો પ્રથમ પક્ષ બન્યો છે. ગુરુવારે ભાજપે આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં એક-એક બેઠક ઉપર જીત હાંસલ કરી છે. ત્યારબાદ ભાજપ પ્રથમ વખત રાજ્યસભામાં 100 બેઠક હાંસલ કરવાની સિદ્ધી મેળવી છે. સંસદના ઉપલા ગૃહ તરીકે ઓળખાતા રાજ્યસભામાં 32 વર્ષ બાદ કોઈ રાજકીય પક્ષે આ આંકડો હાંસલ કર્યો છે. તાજેતરમાં જ છ રાજ્યની 13 રાજ્યસભા બેઠક માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાઈ હતી. તેમા આસામમાં 2 બેઠક, હિમાચલ પ્રદેશમાં 1, કેરળમાં 3, નાગાલેન્ડમાં 1, ત્રિપુરામાં 1 અને પંજાબની 5 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે પંજાબમાંથી એક બેઠક ગુમાવી છે, પણ ઉત્તર પૂર્વના ત્રણ રાજ્ય તથા હિમાચલ પ્રદેશમાં એક-એક બેઠક ઉપર જીત હાંસલ કરી છે.
સત્તાવાર જાહેરાત થવાની બાકી
રાજ્યસભાની વેબસાઈટે અત્યાર સુધી નવી ટેલિ અંગે નોટીફિકેશન જાહેર કર્યું નથી. વર્તમાન સમયમાં ભાજપના સભ્યોની સંખ્યા 97 છે. તાજેતરમાં જ ચૂંટણીમાં ત્રણ બેઠક ઉપર જીત મેળવી છે. ત્યારબાદ રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 100 સુધી પહોંચી જશે.
2014માં રાજ્યસભામાં ભાજપની બેઠક 55 હતી
રાજ્યસભામાં કુલ 245 સભ્ય છે અને બહુમતિનો આંકડો 123 છે. ભાજપ ધીમે ધીમે બહુમતિ તરફ આગળ વધી રહ્યો છે. વર્ષ 2014માં રાજ્યસભામાં ભાજપની બેઠક 55 હતી, જે સતત વધી રહી છે, કારણ કે પાર્ટીએ અનેક રાજ્યોમાં સત્તા હાંસલ કરી છે.
વર્ષ 1988માં રાજ્યસભામાં કોંગ્રેસનો દબદબો હતો
વર્ષ 1988માં કોંગ્રેસ પાસે 108 સભ્ય હતા. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલા દ્વાવાર્ષિક ચૂંટણી બાદ આ સંખ્યા ઘટીને 99 પહોંચી ગઈ હતી અને અત્યાર સુધી કોંગ્રેસના સભ્યની સંખ્યા સતત ઘટી રહી છે.
ભાજપની પકડ નબળી પડી રહી છે
જોકે, રાજ્યસભામાં ભાજપની પકડ નબળી પડી શકે છે, કારણ કે આશરે વધુ 52 બેઠક ઉપર ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ જેવા રાજ્યોમાં કેટલાક ફેરફારો થવાની આશા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).