Home Uncategorized ડ્રેગન પર સંકટ: કોરોના કેસ વધતાં ફફડ્યું ચીન, રાજધાની બેઈજિંગમાં લગાવ્યાો યાત્રા...

ડ્રેગન પર સંકટ: કોરોના કેસ વધતાં ફફડ્યું ચીન, રાજધાની બેઈજિંગમાં લગાવ્યાો યાત્રા પર પ્રતિબંધ

Face Of Nation, 08-08-2021: ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થતા ચીન મુંઝવણમાં મુકાયું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા ચીને અનેક વિચારણાઓ કરી છે. ચીનની રાજધાની બેઈજિંગના અનેક વિસ્તારોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. આ મામલાને લઈ સરકારે યાત્રામાં પ્રતિબંઘ લગાવી દીધા છે.

કોરોનાનું જોખમ ધરાવનાર ક્ષેત્રોમાં જે લોકો જે બેઈજિંગ પરત ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છે, તેમને ફ્લાઈટ અને રેલવેની ટિકિટ ખરીદવા માટે રોકવામાં આવી રહ્યાં છે.

બેઈજિંગના અધિકારીએ જણાવ્યું કે જે લોકો જોખિમી ક્ષેત્રોમાંથી આવી રહ્યાં છે, તેના માટે આરોગ્ય લક્ષી કોડ પીળા રંગનો આપવામાં આવ્યો છે..સાથે લીલા રંગનો આરોગ્ય કોડ ધરાવનાર લોકો માટે બેઈજિંગમાં પ્રવેશ આપવાની પરવાનગી છે..ચીનના 15 શહેરોમાં ડેલ્ટા વેરિંઅન્ટનો કેસોમા વધારો થયો છે..જેથી ડેલ્ટા વેરિએન્ટના કેસોની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ છે..જેને લઈ બેઈજિંગે આકરા પ્રતિબંધો લગાવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)