Home Religion બનાસ ડેરીનો પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય; દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20...

બનાસ ડેરીનો પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય; દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂ.નો કર્યો વધારો, ત્રણ મહિનામાં 50 રૂ. જેટલો ભાવ કર્યો વધારો!

Face Of Nation 06-06-2022 : બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીનું પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કર્યો છે જે છેલ્લા ત્રણ મહિનામાં બનાસ ડેરીએ પ્રતિકિલો ફેટે રૂપિયા 50 રૂપિયાથી વધારો કર્યો છે. બનાસ ડેરીના હેતુલક્ષી નિર્ણયના કારણે ડેરીના ચાર લાખથી વધુ પછી પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવમાં વધારો થતા બનાસ ડેરીએ પશુપાલકો માટે હિત નિર્ણય લીધો છે.
ચાર લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આજે પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયા વધારો કર્યો છે. સતત ત્રણ મહિનામાં 50 રૂપિયા જેટલો ભાવ વધારો કર્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 25 રૂપિયાનો દૂધના ભાવમાં વધારો કર્યો હતો તે બાદ દસ રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ વધારો કર્યો હતો અને આજે 20 રૂપિયા નો પ્રતિકિલો ફેટે ભાવ વધારો કર્યો છે. જેનો બનાસ ડેરીના ચાર લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં વધતા ભાવ વધારાને લઇ બનાસડેરી પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે.
ત્રણ મહિનામાં 50 રૂ. જેટલો ભાવ વધારો કર્યો
બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, કૃષિ પેદાશોમાં જે પ્રમાણે ભાવ વધ્યો છે જેને કારણે પશુને ખવડાવવાના ચારાની અંદર પણ ભાવ ખાસ વધ્યા છે. જેથી કરીને ઉત્પાદનનો ખર્ચો પશુપાલક બહેનો માટે ખાસ્સો વધે છે. એટલે અમારી બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે, દૂધની અંદર ભાવમાં વધારો કરવો. પહેલા એક કિલો ફેટે 25 રૂપિયા ત્રણ મહિના વધાર્યા વચ્ચે 10 રૂપિયા વધાર્યા હતા અને આજે બીજા 20 રૂપિયા એટલે સળંગ ત્રણ મહિનાની અંદર 50 રૂપિયા કરતા વધારે એક કિલો ફેટે પશુપાલક મહિલાઓ માટે વધાર્યાછે. જે 20 રૂપિયા કિલો ફેટે આવતીકાલે અમે કરી રહ્યા છે આ રકમ જે અમે દૂધ જે પશુપાલન પાસેથી ખરીદીએ છીએ જેમને વધારાની રકમ મળશે અમારા દૂધ જે ગ્રાહકો વાપરે છે એમના માટે વધારાનું ચાર્જ અમે નહિ લઈએ માત્ર વધારાની રકમ પશુપાલકોને ચૂકવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).