Face Of Nation 29-03-2022 : ભારત બંધ અને બેંકોની હડતાલના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રોના કામકાજ પર માઠી અસર પડી શકે છે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તો બીજીતરફ ટ્રેડ યુનિયનોના નિવેદન મુજબ 22મી માર્ચ ના રોજ કામદાર વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ વિરુદ્ધ આજથી બે દિવસીય હડતાળ માટે વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં તૈયારીઓ સંદર્ભે દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી.
ભાજપ સરકાર વિશે ટ્રેડ યુનિયનોએ શું કહ્યું?
ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત થઈને કેન્દ્રની ભાજપ સરકારે નોકરીયાત લોકોના હિતની વિરુદ્ધ નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જેમાં EPF વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે.ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, LPG, કેરોસીન અને CNGના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે.
હરિયાણામાં હડતાળને કારણે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ થંભી ગયું
હરિયાણામાં રોડવેઝ કામદારો સોમવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા, જેનાથી જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે કેન્દ્રની કથિત ખોટી નીતિઓ સામે હડતાળનું આહ્વાન કર્યું છે. હરિયાણા રોડવેઝના કેટલાય ડેપો પર બસ સેવા બંધ રહી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યના અનેક ડેપો પર રોડવેઝ કર્મચારીઓએ હડતાળમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બેંકોના ખાનગીકરણની સરકારની યોજનાના વિરોધમાં આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).