Home News વોર્ડ પ્રમાણે મંત્રીઓને માથે જવાબદારી, જાણો કોના હાથમાં સમગ્ર મનપા ચૂંટણીની કમાન

વોર્ડ પ્રમાણે મંત્રીઓને માથે જવાબદારી, જાણો કોના હાથમાં સમગ્ર મનપા ચૂંટણીની કમાન

Face Of Nation, 08-09-2021: ગાંધીનગર મનપા ચૂંટણી બાબતે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ પ્રમાણે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં એક મંત્રીને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સમગ્ર મનપા ચૂંટણીની કમાન સોંપવામાં આવી છે.

મનપા ચૂંટણી માટે અગાઉ જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી 3 ઑક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે તેનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના આધારે મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

ગાંધીનગર મનપાની ચૂંટણી કોરોનાની બીજી લહેરને લઇને પાછી ઠેલાઇ હતી. હવે આગામી 3 ઑક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે તેનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ગાંધીનગર મનપાની ટર્મ પૂર્ણ થતાં રાજય ચુંટણી આયોગે 19 માર્ચ જાહેરનામું બહાર પાડીને 17 એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ રાજ્યમાં એપ્રિલ માસમાં કોરોનાની દહેશત વધુ આકમક બનતા અંતે ચૂંટણી આયોગે ગાંધીનગર મનપાની ચુંટણી મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)