Home Politics BJP નેતા પરબતભાઇ પટેલની કથિત વીડિયો ક્લિપને લઇ ભૂપેન્દ્ર સિંહ ચુડાસ્માએ કરી...

BJP નેતા પરબતભાઇ પટેલની કથિત વીડિયો ક્લિપને લઇ ભૂપેન્દ્ર સિંહ ચુડાસ્માએ કરી સ્પષ્ટતા

Face Of Nation, 11-08-2021: બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરબત પટેલના કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થઇ છે જેને લઇને હવે આ મામલે પણ ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું જેમા તેમણે કહ્યું કે પરબત પટેલ એક સન્માનનિય વ્યક્તિ છે. તેમની સામે કોઈએ ષડયંત્ર રચ્યું છે.

મહત્વનું છે કે પરબત પટેલનો કથિત ફોટો ભાચર ગામના મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે વીડિયો જાહેર કરવાની ધમકી આપી છે. મહત્વનું છે કે આ વ્યક્તિએ વીડિયોમાં કયા નેતા નામ સંડોવાયેલું છે છે તેનું નામ જાહેર કર્યું નથી. પરંતુ વીડિયો જાહેર કરવાની વાત કરનારા મઘાભાઈ પટેલે કહ્યું કે, તે તમને 15 ઓગસ્ટના દિવસે ખબર પડી જશે.

કથિત વીડિયોમાં સાંસદ પરબત પટેલ યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. પણ અન્ય વ્યક્તિ કોણ છે તે ફલિત થતું નથી. જો કે સમગ્ર મામલે સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે વીડિયો છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યો છે.

મઘાભાઈ પટેલે થોડા દિવસ અગાઉ એક પણ દાવો કર્યો છે કે તેમની પાસે ભાજપના એક મોટા નેતાની સીડી હોવાનો દાવો કરાયો છે આ સીડીમાં પાલનપુર સર્કિટ હાઉસમાં નેતાજીની રંગ રેલીયા મનાવતા હોય તેવા દ્રશ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે.મઘાભઆઈ પટેલે 15 ઓગસ્ટે વીડિયો જાહેર કરવાની વાત કરી છે. વધુમાં તેઓ કહે છે કે નેતાઓ ભાષણોમાં અલગ વાત કરે છે પરતું તેમની કરણી અને કથનીમાં ફરક હોય છે. જો કે સમગ્ર વીડિયો અને કથિત ફોટો અંગે Face Of Nation કોઈ પુષ્ટી કરતું નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)