Face Of Nation 02-06-2022 : હવે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર ભૂપ્પી રાણાની પણ એન્ટ્રી થઈ છે. રાણાએ કહ્યું કે તે સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેશે. રાણાએ હત્યારાઓની જાણ કરનાર માટે 5 લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાણાએ કહ્યું કે હત્યારો પંજાબમાં બેઠો છે કે કેનેડા, અમેરિકા, તેના વિશે માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. તો બીજીતરફ રાણાએ પોતાના ગ્રુપમાં દવિન્દર બંબીહા, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા, કૌશલ ચૌધરી, ગૌંડર અને શેરા ખુબ્બનને પણ સામેલ કર્યા છે. સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ સાંજે 5.30 વાગ્યે માનસાનાં જવાહરકેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ભૂપ્પી રાણાએ લખ્યું- એક પછી એક હિસાબ લેવાશે
ભૂપ્પી રાણાએ લખ્યું છે કે મૂસેવાલાની માણસામાં હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ અને ગોલ્ડી બરાડ ખોટો દાવો કર્યો હતો કે મુસેવાલાએ ગુરલાલ બ્રાર અને વિકી મિડ્ડુખેડાની હત્યામાં બંબીહા ગ્રુપને મદદ કરી હતી. આ વાત ખોટી છે. એમે જે કંઈ પણ કરીએ છીએ, તે અમારી જાતે જ કરીએ છીએ. જેણે પણ મૂસેવાલાની હત્યામાં મદદ કરી હશે, તેનો બદલો લેવામાં આવશે. સિદ્ધુના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે અમારી સંવેદના છે. અમે સિદ્ધુને પાછો લાવી શકતા નથી, પરંતુ ચોક્કસપણે તેના મૃત્યુનો બદલો લેઈશું.
મુખ્યમંત્રી ભગવંત માને ખાસ ટાસ્ક ફોર્સ બનાવી
પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યારાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 3 દિવસ પછી પણ પંજાબ પોલીસને કોઈ માહિતી મળી નથી. હત્યારાઓની ધરપકડ કે ષડયંત્ર અંગે કોઈ ખુલાસો થયો નથી. જો કે હવે તપાસ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે. ગુંડાઓના ખાત્મા માટે મુખ્યમંત્રી ભગવંત માને ખાસ ટાસ્ક ફોર્સ બનાવી છે. તો બીજીતરફ સિદ્ધુ મૂસેવાલાની માણસામાં 29મી મેના રોજ એટલે કે રવિવારે સાંજે 5.30 વાગ્યે હત્યા કરાઈ હતી. તે થાર જીપમાં જઈ રહ્યો હતો. જ્યારે કોરોલા અને બોલેરોને ઘેરી લઈને તેના પર ગોળીઓ વરસાવવામાં આવી હતી.
ગેંગસ્ટર લોરેન્સને એન્કાઉન્ટર થવાનો ડર
ગેંગસ્ટર લોરેન્સની અરજી પર આજે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થશે. લોરેન્સને પંજાબ પોલીસ દ્વારા તેનું એન્કાઉન્ટર કરવાની આશંકા છે. તે પંજાબ આવવા માંગતો નથી. જો કે, માનસા પોલીસે તેને પંજાબ લાવવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. જો કે લોરેન્સ 5 દિવસના રિમાન્ડ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પાસે છે. તેના રિમાન્ડ પૂરા થતાં જ તે પંજાબ પોલીસ કોર્ટને તેના પ્રોડક્શન વોરંટ માંગશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).