Home News PM મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી...

PM મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી બિરદાવ્યા

Face of Nation 17-12-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન જોડાઈ ગયું છે. પાડોશી દેશ ભૂટાને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નગદગ પેલ જી ખોરલો થી પીએમ મોદીને નવાજ્યા છે. જેની જાણકારી ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગએ ટ્વીટ કરીને આપી અને જણાવ્યું કે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પીએમ મોદીના નામની જાહેરાત થયા બાદ ખુબ પ્રસન્નતા થઈ.

ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખુબ ખુશ છીએ. પીએમઓ ભૂટાન તરફથી ટ્વીટમાં કહેવાયું કે ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત કેટલાક વર્ષોમાં બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન ખુબ મદદ કરી છે. પીએમ મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂટાનના લોકો તરફથી શુભેચ્છા.’

પીએમ મોદીને અનેક દેશ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ પહેલા સાઉદી અરબ, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, સંયુક્ત આરબ અમીરાત, રશિયા અને માલદિવે પણ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).