Home Uncategorized ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, જો બાઇડને ઝેલેન્સકી સાથે કરી વાત

ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, જો બાઇડને ઝેલેન્સકી સાથે કરી વાત

Face Of Nation 04-03-2022 : પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા વચ્ચે યુએસ પ્રમુખ બાઇડને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે જ્યાંથી હુમલો થયો હતો ત્યાંથી ન્યૂક્લિયર રિએક્ટર એકદમ નજીક છે. આ સાથે બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ પર પણ વાતચીત થઈ છે. છેલ્લા આઠ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આક્રમણકારી પુતિનની સેનાએ પોતાની શરતો પૂરી કરવા માટે યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 9મો દિવસ છે.
પરમાણુ પ્લાન્ટ હુમલા બાદ યુએસ-યુકે સક્રિય, યુએનની ઈમરજન્સી બેઠક
પરમાણુ પ્લાન્ટ હુમલા બાદ યુએસ-યુકે સક્રિય, યુએનની ઈમરજન્સી બેઠક બોલાવાઈ છે. પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા વચ્ચે યુએસ પ્રમુખ બાઇડને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે જ્યાંથી હુમલો થયો હતો ત્યાંથી ન્યુક્લિયર રિએક્ટર એકદમ નજીક છે. આ સાથે બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ પર પણ વાતચીત થઈ છે.
પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી હતી. ટ્રુડોએ ટ્વીટ કર્યું હતું કે આ રશિયન હુમલાઓ અસ્વીકાર્ય છે ને તેને તાત્કાલિક રોકવા જોઈએ. યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રવક્તાએ કહ્યું છે કે દક્ષિણ યુક્રેનના એનર્હોદર શહેરમાં ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલા પછી સુવિધામાં આગ લાગી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).