Home World જો બાઈડનનું નિવેદન : પુતિન લાંબા સમય સુધી સત્તા પર નહીં રહે;...

જો બાઈડનનું નિવેદન : પુતિન લાંબા સમય સુધી સત્તા પર નહીં રહે; આજે રશિયા-યુક્રેન વચ્ચે વાટાઘાટ યોજાશે

Face Of Nation 28-03-2022 : રશિયા યુક્રેનમાં લવીવ અને મારિયૂપોલ પર મોટાપાયે રોકેટો વડે હુમલો કરી રહ્યું છે. બીજી બાજુ પોલેન્ડમાં બાઈડને પુતિન લાંબા સમય સુધી સત્તા ઉપર નહીં રહે તેવું નિવેદન આપ્યું છે તે અંગે અમેરિકાના વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અમારી કોઈ યોજના નથી.તો રશિયાએ બાઈડનના નિવેદનને તદ્દન વાહિયાત ગણાવ્યું છે. બીજી બાજુ પોપ ફ્રાંસિસે ફરી એક વખત યુદ્ધ અટકાવવા અપીલ કરી છે. દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સોમવારથી વાટાઘાટ થશે.
રશિયાએ જર્મનીના સમાચાર પત્રની વેબસાઈટ બંધ કરી
રશિયાના અધિકારીઓએ યુક્રેન પહોંચનારા સંદેશ પર અંકૂશ મુકવા માટે જર્મનીના સમાચાર પત્ર બિલ્ડ ની વેબસાઈટ બંધ કરી છે. રશિયાના સંચાર અને મીડિયા નિયમક રોસ્કોમનાડજોરે કહ્યું કે બિલ્ડની વેબસાઈટ બંધ કરી છે. રશિયામાં ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર અગાઉથી પ્રતિબંધ લાગેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).