Face Of Nation 26-03-2022 : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખુલ્લો પડકાર આપતા, યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા હતા. બાઈડને ત્યાં તહેનાત નાટોનાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. બાઈડને સૈનિકો સાથે પિઝા પાર્ટી કરી અને સેલ્ફી પણ લીધી હતી. બાઈડને અહીં પુતિનને યુદ્ધ અપરાધી પણ કહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની આટલી નજીક સૈનિકોને મળ્યા હોય. પોલેન્ડમાં લગભગ 20 લાખ યુક્રેનિયન શરણાર્થીઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).