Face Of Nation 12-06-2022 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી પાંચ સીઝન (2023 થી 2027) માટે મીડિયા રાઈટ્સની હરાજી આજે શરૂ થઈ હતી. પ્રથમ વખત કંપનીઓ ઇ-ઓક્શન દ્વારા મીડિયા રાઈટ્સ માટે બોલી લગાવી રહી છે. બિડિંગ પ્રક્રિયા પહેલા દિવસે સાંજે 6 વાગ્યા સુધી ચાલી શકે છે. બિડની રકમ અત્યાર સુધીમાં 42 હજાર કરોડ રૂ.ને પાર કરી ગઈ છે. તેમાં વધુ વધારો થઈ શકે છે. કોણે સૌથી વધુ બોલી લગાવી તેનો ઘટસ્ફોટ કરાયો નથી. Viacom 18, Star અને Sony ભારતીય ઉપમહાદ્વીપના ટીવી અને ડિજિટલ રાઈટ્સ માટે સખત લડાઈમાં છે. રાઈટ્સ જીતનારી કંપનીના નામની જાહેરાત 13 જૂને થઈ શકે છે.
BCCI 5 વર્ષમાં IPLની 410 મેચોનું આયોજન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેથી બ્રોડકાસ્ટર્સ મીડિયા અધિકારોની હરાજીમાં વધુમાં વધુ બોલી લગાવે. બોર્ડ 2023-24માં માત્ર 74-74 મેચો યોજવાનું છે. ત્યારપછી વર્ષ 2025 અને 2026માં મેચોની સંખ્યા વધારવામાં આવશે. આ બે વર્ષમાં 84-84 મેચ રમાશે. 2027માં 94 મેચો યોજવાની યોજના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).