Home Sports ગુજરાત સરકારનું મોટું આયોજન; મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાહેરાત કરી : પ્રથમવાર 27મી...

ગુજરાત સરકારનું મોટું આયોજન; મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાહેરાત કરી : પ્રથમવાર 27મી સપ્ટે.થી 10મી ઓક્ટો. સુધી નેશનલ ગેમ્સ યોજાશે ગુજરાતમાં!

Face Of Nation 08-07-2022 : ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. આ વચ્ચે આગામી નેશનલ ગેમ્સનું આયોજન રાજ્યમાં થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યારસુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.
ગુજરાત સરકારનું આ સૌથી મોટું આયોજન ​​​​​
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય રમતોત્સવને શ્રેષ્ઠ બનાવવા કોઇ કસર છોડવામાં આવશે નહીં. ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે નવો જ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકની દાવેદારી પહેલાં ગુજરાત સરકારનું આ સૌથી મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતનાં 6 શહેરમાં તેનું આયોજન કરાશે, જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.
યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરાશે
થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમતગમતક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામૂહિક ચિંતન મંથન માટે દેશની સૌપ્રથમ એવી રમતગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસિટી ખાતે યોજાઈ હતી. આ પરિષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવાઓને ખેલકૂદક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.
રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું માધ્યમ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટ્સ કારકિર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.
યુવાઓને ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરાશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).