Home Uncategorized કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો,3 દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો,3 દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ

Face of Nation 12-01-2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ નેતાઓની પાર્ટી બદલવાનો સિલસિલો તેજ થઈ ગયો છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ વધાર્યું અને ત્રણ મોટા નેતાઓ ભાજપમાં સામેલ થયા. જેનાથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

સહારનપુરના બેહટ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની અને ફિરોઝાબાદના સિરસાગંજના સપા ધારાસભ્ય હરિઓમ યાદવ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત પૂર્વ વિધાયક ધર્મપાલસિંહ પણ ભાજપમાં સામેલ  થઈ ગયા. જે થોડા દિવસ પહેલા જ બીએસપી છોડીને સપામાં જોડાયા હતા અને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.

આ બાજુ સમાજવાદી પાર્ટીની આજે લખનૌમાં મોટી બેઠક થઈ. જેમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તમામ સહયોગી પાર્ટીઓ સાથે મુલાકાત કરીને સીટ શેરિંગ પર ચર્ચા કરી. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે સપા 6 પાર્ટીઓ સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરી રહી છે. બેઠકમાં 6 નાના પક્ષના નેતાઓ સામેલ થયા હતા. અખિલેશે સહયોગી પક્ષો સાથે બેઠકમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કર્યો.

અખિલેશ યાદવ સાથેની બેઠકમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના શિવપાલ યાવદ અને આદિત્ય યાદવ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર અને અરવિંદ રાજભર, આરએલડીના ડૉ. મસૂદ (પ્રદેશ અધ્યક્ષ), મહાન દળના કેશવ દેવ મૌર્ય, જનવાદી પાર્ટીના સંજય ચૌહાણ અને અપના દળ (કમેરાવાદી)ના કૃષ્ણા પટેલ સામેલ થયા હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવપાલ યાદવ આગામી વિધાનસભા ચૂંટણીમાં જસવંતનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શિવપાલ યાદવે લખનૌમાં અખિલેશ યાદવના ઘરે પહોંચીને મુલાકાત કરી તથા સીટ શેરિંગ પર ચર્ચા કરી.

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).