Face Of Nation, 14-11-2021: કોરોના વાયરસના લક્ષણોમાં પણ તાવ શરદી અને ખાંસી મુખ્ય લક્ષણ છે ત્યારે અમદાવાદીઓ સરળતાથી આરટીપીસીઆર કે એન્ટીજન ટેસ્ટ કરી શકે તે માટે શહેરમાં 40 સ્થળો પર ડોમ ફરી શરુ કરાયા છે. શહેરમાં આજે પણ સરેરાશ દરરોજ 5 હજાર આરટીપીસીઆર ટેસ્ટ થાય છે તેમજ એન્ટીજન ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ અને અર્બન હેલ્થ સેન્ટર પર ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડિઝીટ પાર કરતા નથી પરંતુ એએમસી આરોગ્ય વિભાગ કોરોનાની ત્રીજી લહેરના સંભાવના પગલે અને શહેરમા જે રીતે અન્ય વાયરલ ફ્લૂના કેસમાં વધારો થતા, અગમચેતીના ભાગ રૂપે ટેસ્ટિંગ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે.
ગઈ લાકે ગુજરતમાં કોરોના નવા 37 કેસ સામે આવ્યા હતા જેમાં સૌથી વધુ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા, આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 226 પર પહોંચી ગઈ છે. જોકે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી, હાલ કોરોનાગ્રસ્ત 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે.
ગઈ કાલે નોંધાયેલા આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા, વડોદરામાં 6, સુરતમાં 8 અને નવસારીમાં 4 કેસ નવા નોંધાયા અને વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા અને પંચમહાર તથા તાપી જિલ્લામાં એક એક કેસ સામે આવ્યો છે. દિવાળીના તહેવાર બાદ અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાના કેસ વધવાની શક્યતાને પગલે અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલાંરૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતાં ટેસ્ટિંગ કરતાં બમણાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આજે 10 નવા કેસ સામે આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)