Face Of Nation, 28-10-2021: પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના DGP આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગ્રેડ પે મુદ્દે નિરાકરણ લાવવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. IPS બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. GADના નાયબ સચિવનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના સભ્ય તરીકે નાણાં સચિવ આ સમિતિ સમગ્ર મુદ્દે તપાસ કરશે. હવે પછી કોઈપણ ખાનગી વ્યક્તિ કે કર્મચારી આ રીતે કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કાયદેસરના પગલાં ભરવાનું જણાવ્યું છે. પોલીસ વિભાગ માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
રાજ્યના DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર સામે 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રેલી, આયોજનો કરનાર સામે પણ 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે કમિટી બની ગઈ છે જે દરેક પાસાનો અભ્યાસ કરશે. હવે શિસ્ત વિરુદ્ધ કોઈ કાર્યક્રમ ચલાવી લેવાશે નહી. કોઈ સમયસીમા નિશ્ચિત કરાઈ નથી. શક્ય એટલું ઝડપથી સમિતિ રિપોર્ટ કરશે.
છેલ્લાં બે ત્રણ દિવસથી પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો પણ જોડાયા હતા. ધીરે ધીરે ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ આંદોલનમાં પોલીસ બાળકો પણ જોડાયા હતા. જેમણે પોતાના પિતાના પગાર વધારાની માંગણી કરી હતી.
આજે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. ત્યારબાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)