Home News પોલીસ સ્ટેશન બન્યું ‘સ્પા’ સેન્ટર; બિહારમાં કેસ પાછો ખેંચવા આવેલી મહિલા પાસે...

પોલીસ સ્ટેશન બન્યું ‘સ્પા’ સેન્ટર; બિહારમાં કેસ પાછો ખેંચવા આવેલી મહિલા પાસે ઈન્સપેક્ટરે પોલીસ સ્ટેશનમાં કરાવી ‘તેલ માલીશ’, જુઓ Video

https://youtu.be/uYp22hev4ow

Face Of Nation 30-04-2022 : બિહાર સહરસામાં એક ઈન્સપેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી મસાજ કરાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે અર્ધનગ્ન દેખાય છે અને એક મહિલા તેને માલીશ કરી રહી છે. બીજી મહિલા તેની સામે ખુરશી પર બેઠી છે. ઈન્સપેક્ટર મસાજ કરાવતા કરાવતા કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને મહિલાને મદદનો વિશ્વાસ આપી રહ્યા છે. આ દરમિયાન રુમમાં એક દોરી ઉપર તેનો યુનિફોર્મ પણ લટકતો દેખાય છે.ઈન્સપેક્ટરનું નામ શશિ ભૂષણ સિન્હા છે. તે નવહટ્ટા પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી પર હતો. વીડિયો સામે આવ્યા પછી ગુરુવારે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
કેસ પાછો ખેંચાવા આવી હતી મહિલા
આ વીડિયો અંદાજે 2 મહિના પહેલાનો છે. વીડિયોમાં દેખાતી મહિલા બુકનિયાની દેવકલા દેવી છે. થોડા મહિલા પહેલાં દેવકલા દેવીનો ભાઈ બકુનિયા આવ્યો હતો. ત્યાં તે કોઈ યુવતી સાથે અશ્લીલ સ્થિતિમાં પકડાયો હતો. ત્યારપછી તેના વિરુદ્ધમાં ડરહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જ કેસ પાછો ખેંચાઈ જાય અથવા ભીનું સંકેલાઈ જાય તેવું આ મહિલા ઈચ્છતી હતી. અને તે વિશે જ આજીજી કરવા તે પોલીસ ઈન્સપેક્ટરને મળવા આવી હતી. શશિ ભૂષણ સિન્હાનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેમનો પક્ષ પણ જાણી શકાય. પરંતુ ઈન્સપેક્ટરે ફોન રિસીવ કર્યો નહતો.
પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા
એસપી લિપિ સિંહે ડરહાર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. તે ઉપરાંત તેના પર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. શક્ય છે કે તેની નોકરી પણ જઈ શકે છે વીડિયો સામે આવ્યા પછી શશિ ભૂષણ સિન્હા કેસની તપાસ કરાવવામાં આવી હતી. તપાસ રિપોર્ટના આધારે તેને તુરંત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વિભાગીય કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
મહિલાને ઘણી વાર તેના ઘરે પણ બોલાવતો
મહિલા કેસ ખતમ કરાવવા માટે વારંવાર પોલીસ સ્ટેશન આવતી હતી. તેથી ઈન્સપેક્ટરે તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઈન્સપેક્ટર મહિલાને ઘણી વાર તેના ઘરે પણ બોલાવતો હતો. ઘરે તે મહિલા પાસે તેલ માલિશ કરાવતો હતો. આ કિસ્સમાં કોન્સ્ટેબલની ભૂમિકા પણ શંકાસ્પદ છે.
પોલીસ સ્ટેશનના સ્ટાફે જ વીડિયો બનાવ્યો
આ સંપૂર્ણ માહિતી ઈન્સપેક્ટર શશિભૂષણ સિન્હાના પોલીસ સ્ટેશનમાં કામ કરતાં પોલીસકર્મીએ જ નામ ના આપવાની શરતે જણાવી હતી. તેમણે જણાવ્યું કે, અહીં અપોઈન્ટ થયા પછીથી જ શશિભૂષણે અય્યાશી શરૂ કરી દીધી હતી. તેના કારણે અન્ય પોલીસકર્મીઓ પણ પરેશાન થઈ ગયા હતા. પરંતુ તે પોલીસ ઈન્સપેક્ટર હોવાથી કોઈ તેને કશું કહેતા નથી. થોડા દિવસ પહેલાં એક વિવાદમાં આ પોલીસ ઈન્સપેક્ટરે એક કર્મચારીના માથા પર બંદૂક તાણી દીધી હતી. ત્યાર પછીથી કોઈ શશિભૂષણને કઈ કહેતું નથી અને તે ખુલ્લેઆમ અય્યાશી કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).