Home Gujarat પ્રધાનમંત્રી મોદીના ‘રોડ શો’માં વધેલી ટોપી ભાજપે “આપ”ના 3500 કાર્યકર્તાઓને પહેરાવી દીધી!

પ્રધાનમંત્રી મોદીના ‘રોડ શો’માં વધેલી ટોપી ભાજપે “આપ”ના 3500 કાર્યકર્તાઓને પહેરાવી દીધી!

Face Of Nation 23-03-2022 : ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લાના 3500થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે અને કેસરિયો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં વહેંચવામાં આવેલી ટોપી ભાજપે “આમ આદમી પાર્ટી”ના 3500 કાર્યકર્તાઓને પહેરાવી હતી. તો બીજીતરફ આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘આપ’માંથી સસ્પેન્ડ કરાયેલા અને પાર્ટી છોડીને આવેલા 3500 કાર્યકર્તાઓ છે. બાકીના કાર્યકર્તાઓ ક્યાંથી આવ્યા તે હવે ભગવાન જાણે. પહેલા જ કમલમમાં તમામ 3500 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપ અધ્યક્ષ પહોંચે તે પહેલાં કાર્યકરોએ ‘આપ’ ની ટોપી પહેરી હતી. પરંતુ બાદમાં તમામને આપની ટોપી કઢાવીને ભાજપની કેસરી ટોપી પહેરાવાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા અને ધારાસભ્યો રમણ પટેલ તથા મયૂર રાવલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં ભાજપના મહામંત્રી રજની પટેલે કાર્યકરોને ભાજપની ટોપી પહેરાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).