Face Of Nation, 08-09-2021:ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ બુધવારે પાંચ રાજ્યો માટે પોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, અર્જૂન રામ મેઘવાલ, સરોજ પાંડેય, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુરને યુપી ચૂંટણી માટે સહપ્રભારી બનાવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ માટે પાર્ટીના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને જવાબદારી આપવામાં આવી છે. તેમની સાથે લોકેટ ચેટર્જી અને સરદાર આરપી સિંહને સહ પ્રભારી બનાવામાં આવ્યા છે.
પંજાબ ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને પ્રભારી બનાવ્યા છે. ગોવા ચૂંટણી માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જવાબદારી સોંપવામાં આવી છે.
તો વળી મણિપુર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)