Face Of Nation 27-07-2022 : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપના યુવા નેતા પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નેટ્ટારુ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. પોલીસે કેસ નોંધ્યો છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તો બીજી તરફ ભાજપના કાર્યકરોએ ધરપકડની માંગ સાથે દેખાવો શરૂ કર્યા છે. મોડી રાત્રે રસ્તા પર ભારે હોબાળો થયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
માડી રાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ન્યાયની માંગ
આ ઘટના બેલ્લારે વિસ્તારમાં મૃતક ભાજપનાં કાર્યકરની દુકાનની સામે બની હતી. પ્રવીણ પોલ્ટ્રીની દુકાન ચલાવે છે, જ્યારે તે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ બાઇક પર આવીને તેનો રસ્તો રોક્યો હતો. જ્યારે દુકાન બંધ હતી ત્યારે ત્યાં વધુ લોકો ન હતા, તેથી કોઈ મદદ કરવા આવી શક્યું ન હતું. કુહાડીના હુમલાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ જિલ્લાના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. માડી રાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ પ્રવીણ માટે ન્યાયની માંગણી કરી હતી. કાર્યકરોએ ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ભાજપના યુવા નેતા પ્રવીણની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારા પક્ષના કાર્યકરની હત્યા નિંદાજનક છે. ગુનેગારોની વહેલી તકે ધરપકડ કરાશે. આરોપીને કાયદેસરની સજા પણ કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).