Face of Nation 09-12-2021: દેશના વાયુસેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 13 લોકોના તમિલનાડૂમાં થયેલ હેલીકોપ્ટર ક્રેસમાં મોતની પુષ્ટિ થઈ છે. પણ આ દુ:ખદ સમાચારની જાહેરાત થાય તે પહેલા જ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ ઘટના પાછળ બહું મોટુ વિદેશી ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે એક યુટ્યૂબ ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું કે, જનરલ રાવત ચીનને લઈને ખૂબ જ સ્પષ્ટતાથી પોતાની વાત રજૂ કરતા હતા. તેમણે તો એવી પણ શંકા વ્યક્ત કરી છે. ભારત હજૂ સુધી ચીનને ખૂબ જ હળવાશથી લઈ રહ્યું છે.
સ્વામીએ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ષડયંત્રની સંભાવના વ્યક્ત કરી હતી. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ શંકા વ્યક્ત કરી છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે, તેમણે તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશને લઈને મોટું કાવતરું રચવાની આશંકા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું છે કે, સીડીએસ જનરલ બિપિન રાવત સેનાના કેટલાક ઉચ્ચ-સ્તરના અધિકારીઓમાંના એક હતા. જેઓ સરકારથી ડરતા ન હતા અને ખુલ્લેઆમ ચીન વિશે પોતાના મત વ્યક્ત કરતા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, અકસ્માત હેલિકોપ્ટર સાથે ન થયો હોય અને તેમને નિશાન બનાવવામાં આવ્યું હોય. તેમણે સાયબર વોર તરફ આશંકા વ્યક્ત કરીને આ ઘટનાને લઈને મોટા સવાલો ઉભા કર્યા છે.
સ્વામીએ યુટ્યુબ ચેનલ પર જનરલ રાવત અને તેમની પત્ની અને સેનાના અન્ય જવાનોના મોતના સમાચાર પહેલા કહ્યું હતું કે ‘તે (જનરલ રાવત) સેનામાં હતા. તે કક્ષાના કેટલાક પસંદગીના લોકોમાં હતા જેઓ સરકારથી ડરતા ન હતા અને કહેતા હતા કે ચીન દુશ્મન છે…ચીન એક ખતરો છે…ચીન આપણા ક્ષેત્રમાં ઘુસી ગયું છે…” સ્વામીએ તેમની આશંકા વ્યક્ત કરી. ષડયંત્ર તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, ‘ તમિલનાડુમાં એક હેલિકોપ્ટર ટેકઓફ કર્યા પછી આગ પકડે છે કે એવું કંઈક… મને એટલું સમજાતું નથી, પરંતુ તે સાયબર વોરફેર તરફ ધ્યાન આપે છે.…સાયબર વોરફેરમાં કોઈ વસ્તુ લેસર વડે પ્રગટાવવામાં આવે છે.’વાયુસેનાએ આ દુ:ખદ અકસ્માતમાં 13 લોકોના દુ:ખદ મોતની પુષ્ટિ કરી છે. ટ્વિટર પર આની જાહેરાત કરતા વાયુસેનાએ લખ્યું, ‘હવે ખૂબ જ દુઃખની સાથે જાણવા મળ્યું છે કે જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકોનું આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અવસાન થયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)