ભાજપને મોટો ફટકો પડ્યો પશ્ચિમ બંગાળમાં. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. થોડા દિવસો પહેલા તેમણે ભાજપ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તે ટીએમસીમાં સામેલ થયા હતા.
Former Union Minister and ex-BJP MP Babul Supriyo formally joins Trinamool Congress (TMC). Supriyo had quit BJP following the recent Union Cabinet reshuffle. pic.twitter.com/Uc5uOU2Izx
— ANI (@ANI) September 18, 2021
મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ કેબિનેટમાં ઘણા ફેરબદલ કરવામાં આવ્યા હતા. આ કેબિનેટ ફેરબદલ દરમિયાન બાબુલ સુપ્રિયોને કેન્દ્રીય મંત્રી તરીકે પડતા મૂકવામાં આવ્યા હતા. તેમને રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી તરીકે પડતા મૂકવામાં આવ્યા હતા. રાજકારણને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. પોતાના ફેસબુક પેજ પર બાબુલ સુપ્રિયોએ પોસ્ટ લખી હતી કે, ગુડબાય. હું અન્ય કોઈ રાજકીય પક્ષમાં જઈ રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ કે કોંગ્રેસ કોઈ પાર્ટીએ મને બોલાવ્યો નથી. હું ક્યાંય જઈ રહ્યો નથી. સામાજિક કામ કરવા માટે કોઈએ રાજકારણમાં રહેવું જરૂરી નથી.
ગાયકમાંથી રાજકારણી બનેલા સુપ્રિયોએ તે પણ કહ્યું હતું કે તે સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે અને એક મહિનાની અંદર સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવેલું ઘર પણ ખાલી કરી દેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)