Home Uncategorized નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં, મને કોઇ...

નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં, મને કોઇ હટાવી શકે નહીં

Face Of Nation, 18-09-2021: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણ ગરમાયું છે. જે બાદ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્યે પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

નોંધનીય છે કે, ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવી છે. તેમજ તમામ મંત્રીઓને દૂર કરીને નવા મંત્રીઓની પસંદગી કરી છે. ત્યારે નો રિપીટ થિયરીને લઈને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ નિવેદન આપ્યું છે.

વાધોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું વાધોડીયાથી જ ચુંટણી લડવાનો છું. હું ચુંટણી લડીશ અને જીતીશ. નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું, સાતમી વખત પણ હું ચુંટણી લડીશ. હજુ તો હું જુવાન છું, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે કે હરાવી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)